GUJARATI
51 Gujarati friendship quotes,shayari,sms | દોસ્તી શાયરી

શુભ પ્રભાત મિત્રો,
અમારી આ પોસ્ટમાં તમને Gujarati friendship quotes,shayari,sms,દોસ્તી શાયરી,દોસ્તી સુવિચાર,Royal Gujarati status,Funny Friendship Quotes In Gujarati,Best Friend Status,bhaibandh status gujarati મળશે.
દોસ્તી શાયરી

- જમાનો ભલે ખરાબ છે પણ મિત્રો મારા Best છે
ચમકે નહી એટલું જ બાકી તો બધા જ star છે.
- મિત્રતા તો સાણસી જેવી જ રખાય, પાત્ર ગમે તેટલું ગરમ થાય પણ મુકે ઈ બીજો.
- દોસ્તીની કઈ વ્યાખ્યા હોતી હશે,
હાથ ફેલાવી અને હૈયું આપી દે એનું નામ જ મિત્ર.
- જીવનની દરેક મુશ્કેલી રૂપી બિમારીઓની Vaccine એટલે મિત્ર.
- દોસ્તી નો મતલબ:
જેમાં મતલબ ન હોય, એને દોસ્તી કેવાય.
[adinserter block=”1″]
દોસ્તી સુવિચાર

- ભાઈબંધી એને કહેવાય જ્યારે તમે ગામમાં એકલા નીકળો ને ત્યારે લોકો પૂછે કે ‘એલા ઓલો ક્યાં’?
- કુંડળી મળતી ન હોય છતાં આજીવન ચાલવાવાળો સંબંધ એટલે ભાઈબંધી.
- દુનિયા માં દરેક નવી વસ્તુ સારી લાગે, પણ દોસ્ત હંમેશા જુના જ સારા લાગે છે.
- બધા વગર ચાલશે પણ મારા હાવજ જેવા ભાઈબંધ વગર નહીં ચાલે.
- સૌથી છેલ્લે યાદ કરજે ભાઈબંધ, સૌથી પહેલા આવીશ.
Gujarati friendship quotes

- તુ ખાલી દુઃખમાં હોય ત્યારે યાદ કરજે વ્હાલા સિંહના ટોળા વચ્ચે સરબત પીવડાવવા ના આવુ તોં આપડી દોસ્તી નકામી.
- સંબંધીઓ તો શોખના રાખ્યા છે બાકી મારો જીવ તો મારો ભાઈબંધ છે.
- જિંદગીમાં એવા કેટલાક દોસ્તો પણ હોય છે
જેને ખોવાના વિચારથી પણ ડર લાગે. - જીવનમાં બે મિત્ર તો હોવા જ જોઈએ.
એક કૃષ્ણ જેવો જે લડે નય પણ જીત નક્કી અપાવે અને બીજો કર્ણ જેવો જે હાર પાકી હોય તો પણ સાથ ના છોડે. - ક્યારેય તમારા મિત્રનો સાથ એવા સમયે ના છોડતા જ્યારે એને તમારી સૌથી વધુ જરુર હોય.
- લોકોનું દિલ એક મિનિટમાં 72 વાર ધડકે છે
પણ મારું દિલ 73 વાર ધડકે છે સાહેબ.
એક સ્પેશિયલ ધક ધક મારા જીગર જાન ભાઈબંધોની લાંબી ઉંમર માટે. - આ 4 વસ્તુઓમાં ક્યારેય શરમ ના અનુભવતા
જૂના કપડાં, સાદું જીવન, ઘરડા માબાપ,ગરીબ દોસ્ત.
Gujarati friendship sms

- સાચા મિત્રો ક્યારેય I LOVE YOU ના બોલે, પણ એની ગાળો માં જ પ્રેમ હોય છે.
- હું કુરબાન થઈ જાઉં મારા દોસ્તની દોસ્તી પર,
મારી દુઆ પણ એ છે અને મારી દવા પણ એ જ છે. - એક સારું પુસ્તક હજાર દોસ્તો બરાબર હોય છે, પણ એક સારો દોસ્ત આખી લાઈબ્રેરી બરાબર હોય છે.
- કોઈપણ સ્વાર્થ વગર કોઈની જિંદગીમાં, આપણું મહત્વ હોવું એ જ સાચી મિત્રતા.
- દોસ્તી લોહીનો સંબંધ નથી દિલનો સંબંધ છે, જે વાત કોઈને ન કહી શકાય તે વાત દોસ્તને કહી શકાય
કોયની સામે રડી ન શકાય પણ દોસ્ત સામે રડી શકાય.
Best Friend Status

- ગાળો બોલતી હોય એવી છોકરી Bestfriend તરીકે નસીબદાર હોય એને જ મળે હો.
- સંકટના સમયે સાથ આપે એ મિત્ર બાકી હું છું એમ કહેવાવાળા તો બવ આવીને જાય.
- દોસ્તી એટલે અલગ રહીને પણ જોડે રહેવું
દોસ્તી એટલે તું સારા અને ખરાબ
બન્ને સમય માં મારો સાથ આપે
દોસ્તી એટલે તું કોઈભી નવું કાંડ કરે પહેલા મને કહે.
દોસ્તી એટલે કપડાં પહેરવાના તારે હોઈ
અને choice મારી હોઈ
દોસ્તી એટલે આપણી બીજી દુનિયા જ્યાં
મસ્તી મોજ અને માથાકૂટ સિવાય બીજું ના હોય,
દોસ્તી એટલે મારા DP ની copy
તું મને પૂછ્યા વગર કરી લે.
દોસ્તી એટલે તું હારી ને મને જીતાડી દે !
દોસ્તી એટલે બસ ભાઈ 5 મિનિટ માં આવું
આવું કહી ને અડધી કલાક પછી આવે
દોસ્તી એટલે તને પૈસા આપીને મારે ભૂલી જવાનું. - દોસ્ત શબ્દ નો અર્થ ખુબ સરસ થાય છે
આપણામાં રહેલા દોષને જે અસ્ત કરી દે એ જ સાચો દોસ્ત. - જેણે તમારા ભૂતકાળને સમજી લીધું છે, જે તમારા ભાવિ પર વિશ્વાસ કરે છે અને જે તમારી વર્તમાન પરિસ્થિતિને સ્વીકારે છે, તે મિત્રતા માટે યોગ્ય છે.
- ટીફીન ની રોટલી ના બે કટકા જ નથી ખાતા ખાલી. જીંદગી માં આવેલા દુઃખ ને પણ બે ભાગ મા વહેચી ને ખાઈ જઈએ એવી દોસ્તી છે અમારી.
- ઝિંદગી એક સાગર છે, દોસ્ત એની લહેર છે અને દિલ એનો કિનારો છે. જરૂરી એ નથી કે સાગરમાં કેટલી લહેરો આવે છે જરૂરી એ છે કે કઈ લહેર કિનારાને સ્પર્શી જાય છે.
- પ્રેમ અને મિત્રતા મનથી થાય મતલબ થી નહીં.
- જીંદગી મા મન ને જે સારુ લાગે તે કરજો પણ કોઈની સાથે અધૂરી દોસ્તી ના કરતા.
- એક લાગણી પડી હતી, તૂટેલી, વિખરાયેલી, તરછોડાયેલી કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું.
- આંખોની નદીને વહેતી રોકી શકે એવો એક જ બંધ છે અને એ છે ભાઇબંધ.
- ઉમર સાથે કંઈ લેવાદેવા નથી એક બીજાના વિચારો મળે ત્યાં જ થાય છે દોસ્તી.
- મિત્રતા એવી હોવી જોઈએ જેવી હાથ અને આંખ
કારણ કે હાથને ઇજા થવાને કારણે આંખમાં પાણી આવે છે અને આખોમાં પાણી આવે તો પહેલા હાથ જ તેને સાફ કરવા આગળ આવે છે. - દોસ્તી એટલે છલોછલ ભરેલુ હ્દય,
છતાં સદાને માટે જ્યાં જગ્યા જ જગ્યા. - ખરાબ સમયમાં ચાર લોકો જ મદદ કરી શકે છે માં, બાપ, ભગવાન અને એક સારો મિત્ર.
Funny Friendship Quotes In Gujarati
- સારા મિત્રો ગમે તેટલીવાર નારાજ થાય પણ તેને મનાવી લેવા જોઈએ કેમકે એ હરામીઓ આપણા બધા જ રાજ જાણતા હોય છે.

- દોસ્ત જ્યારે ઘરે આવે ત્યારે અડધો કલાક એ સમજાવામા જતો રે કે ભાઈ ગાળો ધીમે બોલ.
- મિત્રોને જ્ઞાન એટલું જ દેવું , જેટલી ગાળો ખાવાની તમારામાં ત્રેવડ હોય.
- હે ભગવાન લુલિ દે ,લંગડી દે ,બાડી દે કે પછી બોબડી દે પણ મારા બધા ભાઈબંધને ગોતી દે.
- આપણા બધા પાસે એક દોસ્ત એવો હોય જ કે જેને આપણા બધા જ કાંડ ની ખબર હોય.
- સબકે Best Friend કે કિસ્સે હોતે હૈ, મેરે Best Friend કી કરતુંતે હી પુરી નહીં હોતી.
Royal Gujarati status

- સાચું કહું છું એક ગાળ પણ મને નોતી આવડતી
બધી આ મારા હરામી મિત્રો ની કરામત છે. - ખાંડ વગરની ચા અને ગાળો વગરની દોસ્તી, બંને હંમેશા ફીકી જ લાગે છે !!
- જે દોસ્ત કહેતો હતો કે જિંદગીભર તારો સાથ નહીં છોડું, એ જ સાલો ટ્રાફિક પોલીસ જોઇને રસ્તામાં ઉતારીને ચાલી ગયો !
- તૂ ક્યા છે ? અરે જ્યા છે ત્યાં જ રહેજે 5-10 મિનિટ માટે, કેમકે બહાર વાંદરા પકવા વાળા આવ્યાં છે.
હવે દોસ્તીમાં Thanks ના બોલાય હો પાગલ, આટલું તો તારા માટે કરી શકુ છુ. - જે મિત્રના 70 રૂપિયા બાકી હોય અને એ આપતો ના હોય. એ જ્યારે એની લવર માટે 500 રૂપિયાની ચોકલેટ લ્યે એ જોઈને સાચે લાગી આવે છે.
- મિત્રને પૂછ્યું કે પેટ ઓછું કરવાનો કોઈ ઉપાય બતાવ ને, તો એ કહે છાતી સુધીનો જ ફોટો પડાવ. ખરેખર!!! આવા મિત્ર જેની જીંદગીમાં નથી એમનું જીવન બેકાર છે.
- આજે કલાસ ના એ મિત્રો ને યાદ કરવાનો પ્રયત્ન કરું છું, જ્યારે સાહેબ મારવા માટે પૂછતાં કોઈની પાસે ફૂટપટ્ટી છે ? ને હરામખોર કેતો આ લ્યો સાહેબ, ને વળી એક દોઢી નો કેતો સાહેબ ખમો મારી પાસે ઈસ્ટીલ ની છે.
- આંસુ તારા નીકળે ને આંખ મારી હોય
દિલ તારું ધબકેને ધબકારા મારા હોય
ભગવાન કરે આપણાં બન્નેની મિત્રતા
એટલી જીગરી હોય કે રસ્તા વચ્ચે લોકો
તને ઢિબે જયારે ભુલ મારી હોય. - ભાઈબંધ , તને મારાં જેવો બીજો મળવાની વાત તો દૂર છે, શોધવામાંય ફાંફા પડી જાશે !!!
Gujarati friendship shayari
- હે પ્રિય મિત્ર
You are વિચિત્ર
I can’t draw your ચિત્ર
Your heart is પવિત્ર
I like your ચરિત્ર.

- આ નાના માણસનો પ્રેમ યાદ રાખજે,
હું રહું કે ના રહું એક મસ્તીખોર દોસ્ત હતો યાદ રાખજો ! - લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય
કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય. - પ્રેમ એ પોસ્ટકાર્ડ છે
જીવન એ વીઝીટીંગ કાર્ડ છે
પત્ની મેમરીકાર્ડ છે
પતિ એટીમકાર્ડ છે
ગર્લફ્રેન્ડ ડેબીટકાર્ડ છે
માતા – પિતા પેનકાર્ડ છે
સંતાન આઈકાર્ડ છે
પરંતુ દોસ્ત તો આધારકાર્ડ છે
જે બધે કામ લાગે. - એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
દરેક પલ તને યાદ કરું છું
મને ખબર નથી પણ ઘરવાળા કહે છે કે
ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છું. - તું દોસ્ત બનીશ એવી ક્યાં ખબર હતી
દોસ્તમાં પણ ખાસ બનીશ એવી ક્યાં ખબર હતી
તારા વગર પણ ઝીંદગી હતી
પણ તું જ ઝીંદગી બનીશ એવી ક્યાં ખબર હતી. - ખુદા એ કહ્યું કે દોસ્તી ના કર
દોસ્તો ની ભીડ માં તુ ખોવાઈ જઈશ
મેં કહ્યું જમીન પર આવીને મારા દોસ્તોને
એકવાર મળ તો ખરા,
તું પણ ઉપર જવાનું ભૂલી જઈશ. - મિલના બિછડના સબ કિસ્મત કા ખેલ હૈ
કભી નફરત કભી દિલોં કા મેલા હૈ
બીક જાતા હૈ હર રિસ્તા ઇસ દુનિયા મેં
બસ એક દોસ્તી હે જો
Not for sale હે. - ના એને કોઇ અપેક્ષા મારી પાસે
ના મને કોઇ અપેક્ષા એની પાસે
છતા એકબીજાને મળી અને,
બંનેનું શેર લોહી વધે એનું નામ મિત્રતા. - કદર કરશે પણ બતાવશે નઈ
ચિંતા કરશે પણ દેખાડશે નઈ
પ્રેમ કરશે પણ કેસે નઈ
એનું નામ જ ભાઈબંધ. - ઝરૂખે ઝરૂખે દૃશ્ય બદલાય
શબ્દ શબ્દ વાક્યો બદલાય
ઘરે – ઘરે રીત બદલાય
માણસે માણસે હુનર બદલાય
દોઢ કલાકે ચોઘડિયા બદલાય
ચોવિસ કલાકે દિવસ બદલાય
સાત દિવસે અઠવાડિયું બદલાય
ત્રીસ દિવસે મહિનો બદલાય
બાર મહિને વર્ષ બદલાય
વ્યવહારે વ્યવહારે લાગણી બદલાય
ફક્ત મિત્રો જ એવા હોય છે જેના
સ્વભાવ ક્યારેય ન બદલાય. - ઝાપટું આવ્યું અચાનક યાદો નું,
ઠેઠ અંદર સુધી પલળી ગયો હું,
વાદળની બુંદોએ તો માટીને મહેકતી કરી દીધી
અને દિલની યાદોએ પાંપણોને વહેતી કરી દીધી
યાદો ને સાચવવા મે છત્રી છોડી દીધી
આંખો વરસતી જોઈ મેં આ વર્ષા વરસવા દીધી
પુછશે ઘરે કે કેમ પલળ્યા હતા ?
કહીશુ રસ્તામાં ભાઇબંધ મળ્યાં હતા.
વ્હાલા મિત્રોને અર્પણ …
મિત્રો તમારો ખુબ ખુબ આભાર અમારી આ Gujarati friendship quotes,shayari,sms પોસ્ટ વાંચવા માટે.
Follow our sharechat Account : ILOVESHAYRI.COM
આ પણ જુઓ
Mystery of Mehul Choksi | When it will be solved?
SHAYARI ON FRIENDSHIP IN HINDI
77+ Love quotes in gujarati | નિ:શબ્દ પ્રેમ
101+ प्यार बढ़ाने वाली शायरी
Hindi Love shayari